ગુજરાત હાઇકોર્ટની કામગીરી આવતીકાલથી ચાર દિવસ બંધ રહેશે, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટની (Gujarat High Court) કામગીરી આવતીકાલથી ચાર દિવસ બંધ રહેશે. 16 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ સંપૂર્ણપણે shut down રહેશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના નિર્ણય બાદ પરિપત્ર (circular ) બહાર પાડવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન હાઇકોર્ટના પરિસરને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવશે. તે સિવાય હાઇકોર્ટ રજીસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓ અને હાઇકોર્ટમાં આવેલી પોસ્ટ ઓફિસ તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટાફનું પણ ટેસ્ટિંગ (antigen tests) કરવામાં આવશે. હાઇકોર્ટમાં સ્થિત એવી એડવોકેટ જનરલની, મુખ્ય સરકારી વકીલની તેમજ પબ્લિક પ્રોસિક્યુટરની ઓફિસ પણ બંધ રાખવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મીઓ પણ તેમના નિયત સ્થળ સિવાય ક્યાંય મુવમેન્ટ ન કરે તે પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા છે.  ફીઝીકલ ફાઇલિંગ માટે શરૂ કરાયેલું સેન્ટર ૨૦ ઓક્ટોબરથી કાર્યરત થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram