ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાથી નિધન, યુએન મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Oct 2020 10:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હોસ્પિટલે પુષ્ટી કરી છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.