Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી
અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી. પ્રહલાદનગર, એસ.જી હાઈવે, નવરંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ.. હજુ આવતીકાલે ભારે વરસાદની આગાહી.
થોડા દિવસોના વિરામ બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજાનું ફરી થયું આગમન..શહેરના ઇન્કમટેક્સ વિસ્તારમાં ખાબક્યો વરસાદ..તો પ્રહલાદ નગર અને આનંદ નગર વિસ્તારમાં તૂટી પડ્યો વરસાદ..સર્વિસ રોડ પર પાણી ભરાતા જનજીવનને થઇ અસર..
અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ શરુ થયો છે. થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. જેના કારણે શહેરીજનોને ભારે ગરમીથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ ના ઇન્કમટેક્સ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. જે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં શેલા, શીલજ, બોપલ-ઘૂમાનો સામવેશ થાય છે. આ ઉપરાંત ગોતા, સાયન્સ સિટી,એસજી હાઈવે,જોધપુર, શિવરંજનીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.