હાઈકોર્ટમાં કોરોનાનું સંક્રમણ વકર્યું, જસ્ટિસ જે.બી. પારડીવાલા કોરોના સંક્રમિત
Continues below advertisement
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt)માં પણ કોરોનાનું સંક્રમણ (Corona) વધ્યું છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા( Justice J.b.pardiwala) કોરોના સંક્રમિત થયા છે. જે.બી. પારડીવાલા. હાઇકોર્ટના 5 સિનિયર મોસ્ટ જજમાંના એક છે. જે ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના મુદ્દાને સુઓમોટો જાહેર હીતની અરજી ગણી અને સંક્રમણ રોકવા અંગે પ્રશાસનને જરૂરી નિર્દેશો જારી કર્યા હતા તે જ ગુજરાત હાઇકોર્ટના ૩ જજ આ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતા. જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું.
Continues below advertisement