ઓનલાઇન પરીક્ષાની માંગ સાથે થયેલી પિટીશનમાં GTUને હાઇકોર્ટની નોટિસ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ફરી એકવાર ચર્ચામાં આવી છે. કોરોના કાળ વચ્ચે GTUએ ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે જેની સામે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા માંગ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. જેના આધારે હાઈકોર્ટે GTUને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે GTUને 6 જાન્યુઆરીના પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો.
Continues below advertisement