કોરોના કાળમાં ડિઝિટલ પ્રાર્થના સભાનો યુગ, VFXની મદદથી થાય છે આયોજન

Continues below advertisement

કોરોનાકાળમાં અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. તો બીજીતરફ આ મુશ્કેલીઓના કારણે નવા ઇનોવેશન અને નવા વ્યવસાયો પણ શરૂ થયા છે. આજના સમયમાં કોરોનાથી કોઈનું મૃત્યુ થાય તો ટેલિફોનિક બેસણું કે પ્રાર્થનાસભા રાખવામાં આવે છે. જોકે અમદાવાદની ડ્રિમર્ઝ ક્લબ દ્વારા નવો બિઝનેશ શરૂ કરવામાં આવ્યો છે. આ બિઝનેશ છે ડિજિટલ પ્રાર્થનાસભાનો. કોઈ સ્વજનના મૃત્યુ બાદ પ્રાર્થનાસભા રાખવી હોય તો આ લોકો VFX સિસ્ટમના માધ્યમથી સ્ટેજ પર સ્વજનનો ફોટો મુક્યો હોય અને આસપાસ લોકો બેસ્યા હોય તેવું ચિત્ર તૈયાર કરી આપે છે. અલબત્ત જે તે પરિવારના સ્વજનો ઝૂમ દ્વારા પ્રાર્થના સભામાં જોડાઈ શકે અને આ પ્રાર્થના સભા ફેસબૂક અને યુટ્યુબ પર લાઈવ કરી આપે છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram