અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો, જાણો નવા કેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા?

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે માઈક્રો કંટેઈમેંટ સ્થળમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ પાંચ સ્થળોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કંટેઈમેંટ સ્થળની સંખ્યા 298 પર પહોંચી છે. સ્ટેડિયમ વોર્ડમાં આવેલ પુરૂષાર્થીનગરના 205 રહીશોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં શ્રમિક વસ્તીમાં કેસ વધતા પ્રશાસન પણ ચિંતામાં છે. મણીનગરના કાંજલ એપાર્ટમેંટમાં 50 રહીશોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા જ્યારે નારણપુરાની દેવછાયાના 85 રહિશો,ચાંદલોડિયાની અક્ષર પ્રથમ સોસાયટીના 120 અને થલતેજલના સ્થાપત્ય એપાર્ટમેંટના 80 રહિશોને માઈક્રો કંટેઈમેંટ હેઠળ મુકવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram