ભગવાન જગન્નાથજીની 144મી આજે જળયાત્રા, નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ રહેશે ઉપસ્થિત
Continues below advertisement
ભગવાન જગન્નાથજીની 144મી આજે જળયાત્રા યોજાઇ હતી. ગૃહરાજ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંદિરના મહંતે સાબરમતીમાંથી કળશમાં જળ ભર્યું હતું. પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાશે. જો કે રથયાત્રા પહેલાં આજે જળયાત્રા મહોત્સવ યોજાયો... જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ. જળયાત્રા મંદિરેથી સોમનાથ ભૂદરના આરે પહોંચી જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. અમદાવાદમાં રથયાત્રાને લઈ ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા સંદર્ભે નિર્ણય લેવાશે
Continues below advertisement
Tags :
Ahmedabad Sabarmati River Deputy Chief Minister Sabarmati Minister Of State For Home Affairs Kalash Lord Jagannathji Jagannath Mandir Jal Yatra 144th Jal Yatra Temple Mahant