Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય

Continues below advertisement

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે  "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણ રદ કરવામાં આવ્યો છે.  તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડીજે કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજવાના હતા, પરંતુ પૂર્વ પીએમ મનમોહનસિંહના નિધનના કારણે હવે તે રદ કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ અમદાવાદમાં યોજાનાર ફલાવર શોની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. 1 જાન્યુઆરીથી ફલાવર શોની શરૂઆત થનાર હતી. જો કે, કાંકરિયા પરિસરમાં સવારે વોક માટે આવતા મુલાકાતીઓ પ્રવેશ મેળવી શકશે. રંગારંગ કાર્યક્રમો સંપૂર્ણપણે રદ્દ કરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram