Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?
ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રએ કોર્ટનું ધ્યાન દોર્યું કે હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું રજીસ્ટ્રેશન નહોતું. તેમણે કોર્ટને જણાવ્યું કે વ્યક્તિ ઉપરાંત, હોસ્પિટલ સામે પણ કાર્યવાહી જરૂરી છે.
બનાવ બાદ પ્રશાસન અને પોલીસ તરફથી કાર્યવાહી થઈ રહી હોવાનું કોર્ટે જણાવ્યું. કાયદામાં સુધારા કરવાનું કામ સરકારનું છે, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું. એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે અને નિયમ કે કાયદાનો ભંગ થયો હોય તો તે પ્રમાણે પગલા લેવામાં આવશે.
વીરમગામમાં અંધાપા કાંડ અંગે કોર્ટમાં પિટીશન પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન, કોર્ટ મિત્રએ કોર્ટનું ધ્યાન ખ્યાતી હોસ્પિટલમાં બે લોકોના મોતની ઘટના તરફ દોર્યું. તેમણે કોર્ટને જણાવ્યું કે આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાઈસન્સ પણ નહોતું. કોર્ટ મિત્રએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં યોગ્ય સુધારા કરવાની જરૂરિયાત પણ રજૂ કરી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદામાં સુધારો કરવાનું કામ સરકારનું છે. એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે.
કોર્ટ મિત્રએ કોર્ટનું ધ્યાન એ બાબત તરફ પણ દોર્યું કે આ મુદ્દે વ્યક્તિઓ સામે પગલા લેવાઈ રહ્યા છે, પરંતુ હોસ્પિટલ સામે પણ પગલા લેવા જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને, કોર્ટે જણાવ્યું કે જો કોઈ નિયમનો ભંગ થયો હશે તો તે પ્રમાણે પગલા લેવાશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની દંડનીય જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવશે. જો ફોજદારી ગુનાઓ બન્યા હશે તો તે બાબતે પણ કાર્યવાહી થશે.
કોર્ટે એ પણ નોંધ્યું કે આવા સંજોગોમાં પ્રશાસનિક કાર્યવાહી કરવાની સરકારની ફરજ છે. આગળ, કોર્ટ સમક્ષ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અમલવારી બાદ કેટલી હોસ્પિટલોના રજીસ્ટ્રેશન થયા અને કેટલી હોસ્પિટલોના રજીસ્ટ્રેશન હજી બાકી છે તે તમામ વિગતો મુકાશે. ત્યારબાદ કોર્ટ શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે.
**જી, તેજસ, સમગ્ર જાણકારી બદલ આભાર.**