Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
Continues below advertisement
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ. જમાલપુરથી સરસપૂરના રૂટના નિરીક્ષણમાં AMCના હોદેદારો, અધિકારીઓ સાથે મંદિરના ટ્રસ્ટી પણ જોડાયા. વૃક્ષ ટ્રિમ કરવા, ભયજનક મકાનો અને રોડ રિસરફેસની કામગીરી અંગે અપાયા સુચન
અમદાવાદમાં રથયાત્રા પહેલા રૂટ પર આવતા જર્જરિત મકાનોની ચકાસણી કરવામાં આવશે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર, તમામ કમિટીના ચેરમેન અને અધિકારીઓ રૂટ પર ભયજનક મકાનો અંગે ચકાસણી કરશે. મધ્યઝોનમાં હાલમાં 447 જેટલા ભયજનક મકાન છે.. જેમાં 20 મકાન ઉતારી લેવામાં આવ્યા. જો કે હજુ પણ અનેક ખખડધજ મકાનો હયાત છે..તેથી ભયજનક મકાનો નીચે મોટી સાઈઝના બેનર લગાવવા નિર્ણય કરાયો છે...આવા મકાનો નીચે AMC અને સ્થાનિક પોલીસની ટીમો પણ ઉભી રાખવામાં આવશે..
Continues below advertisement