Gujarat School Van Strike | અમદાવાદ-સુરતમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વાલીઓ થયા પરેશાન
Continues below advertisement
School Van Strike: રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ ચૂકી છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આજે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં સ્કૂલ વેનના ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓ અને સ્કૂલ વેન એસોસિએશનની લડાઇમાં હવે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. બન્ને વચ્ચેની લડાઇનો કોઇ અંત ના આવતા આજે સમગ્ર રાજ્યમાં સ્કૂલ વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે.
આજે રાજ્યમાં મોટાભાગના શહેરમાં સ્કૂલ વેન અને રિક્ષા નહીં દોડે, આજથી સ્કૂલ વેનના ચાલકો હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા સહિતના શહેરોમાં સ્કૂલ વર્ધી એસોસિએશને હડતાળ બોલાવી છે. જોકે, આનાથી ઊંઘુ દક્ષિણ ગુજરાતના અમૂક શહેરોમાં જોવા મળ્યુ છે. તાપી જિલ્લામાં સ્કૂલ વર્ધી એસોસિએશનનું હડતાળને સમર્થન નથી.
Continues below advertisement