Ahmedabad: કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરનારી પોલીસ કૉંસ્ટેબલની ભરતી માટેની એકેડમી કરાઇ સીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 May 2021 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં કોવિડ ગાઈડલાઈંસનો ભંગ કરનારી પોલીસ કૉંસ્ટેબલની ભરતી માટેની એકેડમી સીલ કરાઈ છે. ખોખરા વિસ્તારમાં સેવા એકેડમી આવેલી છે. જ્યાં પોલીસ કૉંસ્ટેબલ માટેની ભરતીની તાલીમ આપવામાં આવે છે. કોરોનાકાળમાં આ તાલીમ એકેડમી શરૂ હતી. આ એકેડમીમાં આજે ચેકિંગ કરાતા સોશલ ડિસ્ટંસના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. નિયમોનો ભંગ થતા સેવા એકેડમીને સીલ કરી દેવામાં આવી.