પહેલા માસ્ક, પછી વાત: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના લોકો હજુ પણ બેદરકાર, જુઓ વીડિયો
Continues below advertisement
માસ્ક નહિ તો વાત નહિ અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુરમાં એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. અંદાજીત 25 વર્ષથી આસપાસના યુવાનો માસ્ક વગર ટોળે ઉભા જોવા મળ્યા હતા. માસ્ક કેમ નથી પહેર્યા તે અંગે પૂછતા યુવાનોએ બેજવાબદાર નિવેદન કર્યા અને કહ્યું કોરોના ગયો એટલે માસ્ક નથી પહેર્યું. નેતાઓએ અને રાજકીય રેલીઓએ જનતાને એટલા બિન્દાસ્ત બનાવી દીધા છે કે વગર માસ્કે પ્રચાર કરતા નેતાઓને જોઈને હવે નાગરિકો પણ માસ્ક વગર કોરોના નહિ થાય તે વિચારસરણી સાથે આગળ વધતા નજરે પડી રહ્યા છે.
Continues below advertisement