અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યાનો કોણે કર્યો દાવો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનો ખાનગી લેબોરેટરીના સંચાલકોએ દાવો કર્યો હતો. ગત મહિને એક દિવસમાં 1500 થી 2000 લોકોના સેમ્પલ સામે ચાલુ મહિને 1200 જેટલા નાગરિકો ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે. માર્ચ મહિનાના અંતથી શરૂ થયેલા કોરોનાના બીજા સ્ટ્રેનના એપ્રિલ માસમાં હાહાકાર બાદ મેં મહિનામાં RTPCR ટેસ્ટનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું.AMC એ સુપ્રાટેક,યુનિપથ,સાયન્ટિફિક સહિત ચાર ખાનગી લેબોરેટરીઓમાં ટેસ્ટિંગ વ્યવસ્થા ઉભી કરી હતી.જેમાંથી પ્રતિ લેબોરેટરી હાલ એક દિવસમાં અંદાજીત 1000 થી 1500 નાગરિકો RTPCR ટેસ્ટ માટેના સેમ્પલ આપવા આવી રહ્યા છે.એટલુ જ નહીં અગાઉ રિપોર્ટ આપવામાં જે 48 થી 72 કલાકની રાહ જોવી પડતી હતી તે ઘટીને હવે 24 કલાકની અંદર થઈ છે.
Continues below advertisement