અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં
Continues below advertisement
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ આવી ફરી એકવાર વિવાદમાં. સ્કૂલે શિક્ષકોના નામે લોન લેતા CMOમાં ફરિયાદ કરવામાં આવી છે. આરોપ છે કે શિક્ષકોના નામે સંચાલકે બરોબાર આત્મનિર્ભર લોન લઈ લીધી અને શિક્ષકોના નામે લોન લેતા શિક્ષકે વિરોધ કરાતા સંચાલકે શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યા. જેથી વિનોદ ચાવડા નામના શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મુકાતા CMOમાં ફરિયાદ કરી હતી. શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી તપાસના આદેશ અપાયા છે. સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટ વિરુદ્ધ શિક્ષકોના નામે આત્મનિર્ભર લોન લેવા મામલે તપાસના આદેશ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન શિક્ષકોને પગારના ચૂકવવો, તેમજ ભૂતકાળમાં ફી મામલે મનમાની કરાતી હોવાની અનેક ફરિયાદો ત્રિપદા સ્કૂલ સામે આવી ચૂકી છે. ત્યારે ફરીએકવાર વિવાદ થતા CMOમાં ફરિયાદ થતા તપાસના આદેશ અપાયા છે.
Continues below advertisement