Bhavnagar News: શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગરોની દાદાગીરીનો આરોપ
abp asmita
Updated at:
11 May 2024 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગરોની દાદાગીરીનો આરોપ. ચિત્રા વિસ્તારમાં ગાડી મુકવા જેવી બાબતે ઝઘડો કરીને બુટલેગરે બે મહિલા અને બે પુરુષ પર હુમલો કર્યો હતો જેમાં ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બુટલેગરો પોલીસની રહેમ રાહે ધંધો કરીને ગમે તેની સાથે દાદાગીરી કરીને ઝઘડો કરી રહ્યાનો ઈજાગ્રસ્તનો આરોપ છે. આ ઘટનામાં આશિષ, મહેશભાઈ તેમજ રમાબેન અને બીનાબેન નામના મહિલા ઉપર બુટલેગરે હુમલો કર્યો છે.