Bhavnagar News: સિહોર તાલુકામાં દીપડાનો આતંક, સરવેડી ગામમાં ખેડૂત પર દીપડાનો હુમલો
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરવેડી ગામે દીપડાએ યુવક પર હુમલો કર્યાની ઘટના ઘટી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભાવનગર સિહોર તાલુકામાં ફરી એક વખત દીપડા નો રંજાડ સામે આવ્યો છે. સિહોર તાલુકાના સરવેડી ગામે ખેડૂત ઉપર દીપડાયે હુમલો કર્યો છે. જયંતીભાઈ ચૌહાણ નામના ખેડૂત પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા એ સમયે અચાનક જ દીપડાયે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયા છે. ઈજાગ્રત વ્યક્તિને સારવાર માટે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સિહોર તાલુકાના વિવિધ ગામોમાં દીપડાનો ત્રાસ ખૂબ જ વધ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના સરવેડી ગામે લીંબુની વાડીમાં કામ કરી રહેલા જયંતીભાઈ હિંમતભાઈ ચૌહાણ નામના યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જો કે જયંતીભાઈએ પ્રતિકાર કરતા દીપડો નાસી ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા જયંતીભાઈને ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. શિહોર તાલુકાના આ વિસ્તારમાં ફોરેસ્ટ રેન્જ આવેલી છે, વન્યજીવો અનેક વાર ફોરેસ્ટ રેન્જમાંથી ગામડાઓમાં ઘુસી આવે છે. આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે.