Bhavnagar News | અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજમાંથી થઈ ચોરી, જુઓ અહેવાલ
Bhavnagar News | અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં ચાચિયાઓ દ્વારા જહાજોને લૂંટવા અને જહાજોમાં લાખોના માલ મત્તાની ચોરી થવાની ઘટના ફરી સામે આવી . અલંગના ઇતિહાસ પહેલીવાર વિશ્વની સૌથી મોટી કન્ટેઇનર કંપની એમ.એસ.સીનું વિશ્વનું સૌથી મોટું "ઇરિકા" નામનું જહાજ અલંગ ખાતે ભંગાણ માટે આવ્યું, અલંગ બન્યું ત્યારથી આજ દિવસ સુધી માં પહેલુ કન્ટેનર જહાજ અલંગ ખાતે આવ્યું. શ્રી રામ ગ્રૂપ ઓફ કંપની પ્લોટ નંબર 78 ના માલિક મુકેશ પટેલ દ્વારા 136 કરોડ માં સાઉથ કોરિયા માં બનેલ આ જહાજ ને ખરીદવામાં આવ્યું હતું, ભારત સરકારને કંપની દ્વારા 26 કરોડ રૂપિયા તો કસ્ટમ ડ્યુટી ભરવામાં આવેલ છે. બે દિવસે પહેલા આ જહાજ અલંગ તેમના માલિકી ના પ્લોટમાં બીચિંગ થવા આવેલ ત્યારે બહાર પાણી એ જહાજ ને રાખવામાં આવેલ. જહાજ બહાર પાણી માં હતું તે દરમિયાન દરિયાઈ લૂંટારું ચાચિયાઓ દ્વારા આ જહાજ માં 50 લાખના મુદ્દામાલ ની ચોરી કરાઈ.