Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Continues below advertisement

ભાવનગરમાં બુધેલ ગ્રામ પંચાયત કચેરીની બહાર તલાટીની રાહ જોઈને બેઠાં છે ગ્રામજનો. એક મહિલા કહી રહી છે કે, તેનો આ ત્રીજો ધક્કો છે. તો એક મહિલા કહી રહી છે કે તેનો તો આ સાતમો ધક્કો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો છે ભાવનગરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા બુધેલ ગામનો. ગ્રામજનોના મતે, બુધેલ ગ્રામ પંચાયતમાં તલાટી અને વહીવટદારનું શાસન ખાડે ગયું છે. છેલ્લા એક મહિનાથી અહીં તાળું જ લાગેલું છે. તલાટી દીપક બલદાણીયાએ તો પોતાનો ફોન જ સ્વીચ ઓફ કરી દીધો છે. ગ્રામજનોનો આરોપ છે કે, તલાટી પોતાના બિઝનેસમાં જ વ્યસ્ત છે. તો વહીવટદાર ભરતભાઈ પણ પંચાયત કચેરીએ નથી આવી રહ્યા. વર્ષ 2022થી બુધેલ ગ્રામ પંચાયત કચેરીમાં વહીવટદારનું શાસન ચાલે છે. તલાટી અને વહીવટદાર તો બદલાતા રહ્યા. પણ ગ્રામજનોના કામ જ નથી થઈ રહ્યા...ગામના ખેડૂતો. વિદ્યાર્થીઓ દરરોજ પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram