Bhavnagar news: ભાવનગર શહેરને જોડતો રીંગરોડ પર ખાડાઓનું સામ્રાજ્ય
ભાવનગર શહેરને જોડતો રીંગરોડ પર છે ખાડાઓનું સામ્રાજ્ય. શહેરના લકડીયા કેબલ બ્રિજથી સનેસ ચોકડી સુધીના 14.5 કિલોમીટરનો માર્ગ આજકાલથી નહીં પણ છેલ્લા સાત વર્ષથી છે બિસ્માર. નવરાત્રિમાં રિપેરીંગની કરાવવાની વાત તો દૂર રહી પરંતું સાત દિવાળી વિતી ગયા છતાં રોડનો નથી થયો ઉદ્ધાર. 256 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો 21 કિમીનો આ માર્ગ ત્રણ વર્ષમાં રોડ એંડ બિલ્ડીંગ વિભાગ માત્ર સાત કિમીનો જ માર્ગ બનાવ્યો છે. ભાવનગરનો રીંગરોડ વર્ષ 2017માં પંચાયત હસ્તકથી માર્ગ અને મકાન વિભાગે સંભાળ્યો હતો. પરંતું માર્ગ અને મકાન વિભાગની કામ કરવાની સિસ્ટમ જોઈને અંદાજ લગાવી શકાય કે કામગીરી કેટલી ગોકળગતિએ ચાલી રહી છે... વર્ષ 2017માં 14.5 કિલોમીટરના રિંગરોડને રિ-સરફેસિંગ કરવામાં આવ્યું હતું પરંતું ખાડાનું પૂરાણ કરાયું ન હતી. જેના કારણે અમદાવાદ અને ભાવનગરથી બાયપાસ અમદાવાદ રોડ પર જતા વાહનચાલકોને 14 કિમી બિસ્માર રોડ પરથી પસાર થવું પડે છે. બિસ્માર રોડ મુદ્દે જ્યારે પણ રજૂઆત કરાય ત્યારે જવાબ માત્ર એક જ મળે છે કે કામગીરી પ્રગતિમાં છે...