Bhavnagar News | ભાવનગર મનપાના અણઘડ આયોજનના પાપે અનેક પ્રોજેક્ટ ટલ્લે

Continues below advertisement

ભાવનગર શહેરના એયરપોર્ટ રોડ પર આવેલું રવેચીધામ. યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટમાંથી બ્યુટિફિકેશન અને ધાર્મિક સ્થળના વિકાસનું કામ સાડા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. કામની સમયમર્યાદા દોઢ વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે તેમ છતા હજુ સુધી કામ પૂર્ણ થયા નથી. રવેચીધામના એક વર્ષમાં વિકાસ કાર્યો પૂર્ણ કરવાના હતાં. પરંતું સાડા ત્રણ વર્ષે પણ કામ હજુ પણ અધૂરૂ જ છે. એજન્સીને બ્લેકલીસ્ટ કરવા નોટિસ ફટકારાઈ પણ બાદમાં નોટિસ ફટકારી કામગીરી કરાયાનો સંતોષ માની લેવાયો. ભાવનગર મનપામાં આ પ્રોજેક્ટના કામ દરમિયાન પાંચ સિટી ઈજનેર, ત્રણ ચેયરમેન અને બે કમિશનરની બદલી થઈ ગઈ પણ રવેચીધામનું કામ હજુ બાકી જ છે. કોન્ટ્રાકટરે કામ પૂર્ણ કરવા તો હાથ ઉંચા કરી દીધા એટલું જ નહીં કલેકટર કચેરી, મહાપાલિકા કચેરીને કામમાંથી મુક્ત કરવા એજન્સીએ પત્ર પણ લખી નાંખ્યો. આ તરફ સીટી ઈજનેરે દાવો કર્યો કે અમદાવાદની એજન્સી આર્કિટેક, કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. જેને કોર્પોરેશન ફી ચૂકવી રહ્યું છે તેમ છતાં સમયસર ડિઝાઈન ન આપતા પ્રોજેક્ટ મોડો થયો છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram