સુરતના રાંદેરમાં પાલિકાની ટીમ દબાણ હટાવવા જતા વિવાદ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના રાંદેર વિસ્તારમાં પાલિકાની ટીમ દબાણ હટાવવા જતા વિવાદ ઉભો થયો હતો.  રાંદેરના રામનગર ખાતે મનપાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. આ સમયે લારીવાળા અને મનપાની દબાણ શાખાના કર્મચારી વચ્ચે વિવાદ થયો. આ વિવાદમાં સ્થાનિકોએ પણ ઝંપલાવ્યું હતું. પોલીસે સ્થાનિક લોકોના ટોળાને વિખેરવા કરેલા બળપ્રયોગમાં લાઠી પડવાના ડરે મનપાના કર્મચારીઓ પણ નાસી છૂટ્યા હતા.  બીજી તરફ પોલીસે વિવાદ વધુ ઉગ્ર બનાવનારા કેટલાક સ્થાનિક લોકોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જોકે પાલિકાના કર્મચારીઓ જ નાસી જતા ફરિયાદ થઈ ન હતી. આખરે પોલીસે અટકાયત કરેલા લોકોને મુક્ત કરવા પડ્યા હતાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram