યુરિયાની થેલીની કિંમત 3,500 રૂપિયા, પરંતુ ખેડૂતોને માત્ર રૂ 300માં આપવામાં આવે છે: PM મોદી
Continues below advertisement
વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત વિદેશમાંથી યુરિયાની આયાત કરે છે, જેમાં યુરિયાની 50 કિલોની થેલીની કિંમત 3,500 રૂપિયા છે. પરંતુ દેશમાં આ જ યુરિયાની થેલી ખેડૂતોને માત્ર રૂ. 300માં આપવામાં આવે છે. આપણી સરકાર યુરિયાની એક થેલી પર રૂ. 3,200નો ભાર સહન કરે છે. અમે તમામ મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અમારા ખેડૂતોને તકલીફ પડવા દીધી નથી.
Continues below advertisement