'મુખ્યમંત્રી છે એટલે પોણો કલાક તો બોલવું જ પડે, એવા મૂડમાં આપણે ક્યાંય નથી'

Continues below advertisement

11 વોર્ડની 44 બેઠકો માટે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ માટે પ્રથમ પરિક્ષા સમાન છે. ગાંધીનગર મનપાની ચૂંટણીની જવાબદારી ભાજપે 12 મંત્રીઓને આપી છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલે પણ ચૂંટણી સભા અને કાર્યકર્તા સંમેલન ગજવાનું શરૂ કર્યું છે. જો કે અત્યાર સુધી નેતાઓ જે પદ્ધતિથી ભાષણો કરતા રહ્યા છે. તેનાથી તદ્દન વિપરીત ભૂપેંદ્ર પટેલ પોતાના આગવા અદાજમાં જ સંબોધન કરે છે. ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલ કાર્યક્રમમાં ભૂપેંદ્ર પટેલે પોતે લાંબા લાંબા ભાષણો આપવા ન માંગતા હોવાનું સ્પષ્ટ કર્યું. સાથે જ ચૂંટણી પૂરતા જ જનતાની વચ્ચે આવનાર નેતાઓ સામે અનોખા અંદાજમાં મુખ્યમંત્રીએ વ્યંગ કર્યો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram