ગાંધીનગર મનપાની ચૂંટણી મુલવતી રાખવા અંગે કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કર્યું ટ્વિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2021 04:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવા કૉંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કરીને માંગ કરી છે. ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કરતા લખ્યું કે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને ચૂંટણી કમિશનર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજી રહી છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસો મોટી માત્રામાં વધી રહ્યાં છે. કોરોનાને કંટ્રોલમાં લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે