Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

Continues below advertisement

ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણાં વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. આવામાં આગામી સમયમાં ચોમાસાની ગતિ કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચોમાસું પાછલા કેટલાક કલાકોમાં ધીમું પડ્યું છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે છે. રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે 7મી જુલાઈ માટે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. આવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram