LRD ભરતીને લઈને મોટા સમાચાર, ...તો 570થી વધુ પરીક્ષાર્થીઓને મળશે નોકરી

Continues below advertisement

ગાંધીનગર: વર્ષ 2018માં એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ માટે આજે સારા સમાચાર આવી શકે છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તેવી વાત સામે આવી રહી છે. જો વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તો 570થી વધુ પરીક્ષાર્થીઓને નોકરી મળી શકે છે. 2018માં એલઆરડીની પરીક્ષાનુ લિસ્ટ ઓપરેટીંગ કરવાની માગ કરી રહેલા પરીક્ષાથીઓને આજે ચર્ચા માટે સરકારે બોલાવ્યા છે. વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પહોંચ્યા છે. તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે. 20 ટકા વેઈટીંગ લિસ્ટ આજે રી ઓપન કરવાની સરકાર જાહેરાત કરે તેવી શક્યતા. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram