Diwali 2023 | ગાંધીનગરના બાલવામાં નવા વર્ષે માતાજીના ગરબા વાળવાની 250 વર્ષથી ચાલે છે પ્રથા
Diwali 2023 | ગાંધીનગરના બાલવા ગામના લોકો ભલે કોઈપણ શહેર કે કોઈપણ દેશમાં વસતા હોય પરંતુ દિવાળીમાં પોતાના ગામમાં થતાં ગરબામાં અચૂક હાજરી આપે છે... મોટાભાગના બહાર વસતા લોકો દિવાળીના તહેવારમાં વર્ષો જૂની પરંપરા જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.... આ દૃશ્યો છે બાલવા ગામના વિક્રમ સંવત નવા વર્ષે અહી માતાજીના ગરબા વળવવામાં આવે છે.... દિવાળીના તહેવારમાં 5 દિવસ ગરબા ગાયા બાદ આજે તમામ સમાજના લોકો મહાકાળી માતાજીના ચોકમાં એકઠા થાય છે... વડીલોના આશીર્વાદ મેળવે છે અને માતાજીની ગરબા રમી આરાધના કરે છે... પારંપરિક વાજીંત્રો સાથે ગરબે ઘૂમી માતાજીનો ગરબો વળાવવા અંબાજી માતાજીનાં મંદિરે જાય છે... એક બીજાને મળી નવા વર્ષની શુભકામના પાઠવે છે.... ડોડીયા રાજપૂત, ભાટી રાજપૂત અને ઠાકોર સમાજના એમ ત્રણ ગરબા એક સાથે યોજાય છે.... વર્ષો જૂની પરંપરા આજની નવી પેઢી પણ જાળવી રહી છે...