Gandhinagar News | ગાંધીનગરમાં અનુસૂચિત જાતિના વરઘોડામાં વરરાજા પર હુમલો, જુઓ આખો અહેવાલ

Continues below advertisement

Gandhinagar News: ગઇકાલે ગાંધીનગરના ચડાસણામાં બનેલી વરઘોડાની મારામારીની ઘટનાના પડધા હવે વિધાનસભા સુધી પહોંચ્યા છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજ પર થઇ રહેલા અત્યાચર પર હવે સરકાર સામે નિશાન તાક્યુ છે, અનેક સવાલો કર્યા છે. ચડાસણાની ઘટનાને લઈ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, આ ઘટનાને જીગ્નેશ મેવાણીએ વખોડી કાઢી છે, જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, સમાજમાં એકતાને લઈ સરકાર કોઈ અભિયાન નથી ચલાવતી, વિધાનસભામાં પણ મે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ચડાસણા ગામે લગ્ન પ્રસંગે વરરાજાને માર માર્યો અને બાદમાં ઘોડી વાળાને ધમકાવી ઘટનાસ્થળેથી ભગાડી મુક્યો હતો. જાતિ આધારીત ભેદભાવ ક્યારે થશે બંધ થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram