Gujarat Corona Cases | Vibrant Summit | વધતા કોરોના કેસો વચ્ચે વાઇબ્રન્ટને લઈ સરકારનું મોટું નિવેદન

Continues below advertisement

Vibrant Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું, કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને અસર નહીં થાય. કોરોનાના નવા વેરિયંટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિયંટ માઈલ્ડ પ્રકારનો છે, ચિંતાજનક નથી. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે . હાલના સમયમાં માત્ર સાવધાની રાખવાની વાત છે. 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram