કોરોના કાળમાં શાળા કોલેજો ખોલવાને લઇને રાજ્ય સરકાર લઇ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
રાજયમાં દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ થવાના શિક્ષણમંત્રીએ સંકેત આપ્યા હતા. શાળા શરૂ કરતા પહેલા રાજયના શિક્ષણવિદો સાથે ખુદ શિક્ષણમંત્રીએ થોડા દિવસો પહેલા વેબિનારના માધ્યમથી વાતચીત કરી હતી. હાલમાં તમામ જિલ્લાના શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વિવિધ જિલ્લાના શિક્ષણવિદોના અભિપ્રાય મેળવવા આદેશ કરાયો છે. આ તમામ કામગીરી આઠ દિવસમાં પૂર્ણ થઈ જવાનો અંદાજ છે. ત્યારબાદ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ રાજયમાં શાળા શરૂ કરવી કે નહીં, તે અંગે નિર્ણય લેવાઈ શકે છે.શરૂઆતમાં 9 થી 12 ધોરણ અને કોલેજ શરૂ કરાશે. ધોરણ 1 થી 8નો નિર્ણય ભવિષ્યમાં લેવાશે.
Continues below advertisement