OBC વિદ્યાર્થીઓના હિતમાં રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 05:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના OBC વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ OBCના વિધાર્થીઓને અપાશે. વર્ગ 1, વર્ગ2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી, CRPF સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે અને વિદ્યાર્થી દિઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી સીધા વિદ્યાર્થીના ખાતા માં જમા થશે