Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Continues below advertisement
અમદાવાદનો ચાંદખેડા વિસ્તારમાં 300થી 400 મીટર સુધી બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ધીમીધારે પડતા વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા. એટલું જ દ્રશ્યોમાં જોઈ શકાઈ છે આ બિસ્માર રોડ પરના ખાડામાં પાણી ભરાયા છે. ત્યારે નાના વાહનચાલકોને અકસ્માતનો ભય છે. તો મોટા વાહનચાલકોને પણ અહીંથી પસાર થવામાં હાલાકી ભોગવવી પડે છે. એટલે કે ગ્રામીણ વિસ્તારના કાચા માર્ગ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોનો દાવો છે કે. છેલ્લા એક વર્ષથી આ રોડ તૂટેલી હાલતમાં જ છે. અને વરસાદથી રોડ અતિ બિસ્માર બન્યો છે. અને પ્રશાસન વહેલી તકે આ રોડ-રસ્તાનું રિપેરીંગ કામ કરે તેવી માગ કરી.
Continues below advertisement
Tags :
Ahmedabad