Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદ

Continues below advertisement

Gujarat Alert:  ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને આગાહી કરી છે. આ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે.

રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ પસાર થતી હોવાથી આ આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:

  • નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા

મધ્યમ વરસાદની આગાહી:

  • દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ પડશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram