Daman Murder Case | બારમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એકનું મોત

Continues below advertisement

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક બારમાં પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે બબાલ થઈ હતી. આજુબાજુના ટેબલ પર પાર્ટી કરવા બેસેલા યુવકો ના બે ગ્રૂપ વચ્ચે કોઈ સામાન્ય  બાબતે બંને ગ્રુપો વચ્ચે બોલાચાલી થઈ હતી. અને વાત ગાળાગાળી અને  ઝપાઝપીથી આગળ વધી તીક્ષણ હથિયાર થી જીવલેણ હુમલા  સુધી પહોંચી હતી. બબાલમાં  એક યુવકે બાજુના ટેબલ પર બેઠેલા ત્રણ યુવકો પર ચપ્પુ જેવા તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો .જેમાં ઋતુલ પિયુષ પટેલ નામના એક યુવકનું કરુણ મોત નિપજયું હતું .જ્યારે મૃતકના સાથે બેસેલા આકાશ પટેલ અને નેહ પટેલ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ બાદ બાર મા દોડધામ મચી ગઈ હતી .આમ નજીવી બાબતે  બારમા ખેલાયેલા આ ખુંની ખેલ ને કારણે દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .ત્યાં એક યુવકની હાલત વધુ ગંભીર જણા હતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો  છે . બનાવની જાણ બાદ દમણની કચીગામ પોલીસ દોડતી  થઈ હતી .અને આરોપીઓને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ  કરી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી અને હત્યા અને હુમલા જેવા બાબતમાં ચાર યુવકોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. .મળતી માહિતી મુજબ હત્યાનો ભોગ બનેલો યુવક ઋતુલ પિયુષ પટેલ અરવલ્લીના બાયડ નો વતની હતો ..જ્યારે આરોપીઓ વાપી ના રહેવાસી હતા..આરોપીઓમાં વાપીમાં રહેતા સુશીલ કુમાર પ્રેમ કુમાર પાંડે, વિશાલ અશોકભાઈ જમાદાર, શબ્બીર મોહંમદ નયીમ મોહંમદ અને ભાવિન ઉમેદ પટેલનો સમાવેશ થાય છે.દમણ કચીગામ પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી હત્યા ના કારણ જાણવા સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram