Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
અહીં બેઠા બેઠા મને વિચાર આવ્યો હું કહી દઉં જેવું લાગવું હોય એ સારું લાગે ઠીક છે નો લાગે તો ભગવાન મને માફ કરે. મેં નક્કી કર્યું છે કે આ ભગાભાઈ, રાજેશ ચુડાસમા અને ભાજપની આખી ટોળકી અમારો વિરોધ કરે છે અને એમ કહે છે કે આ લોકો રાજનીતિ કરે છે. ગોપાલ ઇટાલિયોને બધા રાજનીતિ કરે છે. ભાઈ અમે શું કામ રાજનીતિ કરીએ. મત તમને આપ્યા છે, ચૂંટણી તમે જીત્યા છો, તમે નીતિ કરો. તમે ઇકોઝોન હટાવો. ગોપાલભાઈ શું કામ આવે, તમે ઇકોઝોન લાવ્યા એટલે હું આવ્યો. તમે નો આવ્યા હોત તો હું અહીં શું કામ આવે. અહીં ક્યાં મારે કઈ કામ છે, પણ હવે આ ભગાભાઈ એડવોકેટ ને રાજેશભાઈ ને આ બધા જે લોકો કહે છે કે ભાઈ આ લોકો રાજનીતિ કરે છે, તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાની થાય છે અને મેં નક્કી કર્યું છે કે જો ઇકોઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27 માં મારે આવવું છે અને ભગાભાઈને ઘર ભેગા કરવાના છે અને થઈ જાય રાજનીતિ થઈ જાય રાજનીતિ અને પછી એક વખત હું છું અને જંગલવાળા છે જોઈ લેવું કોણ પોગે છે ખેડૂતો ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે.