Abp Asmita Sanman Puraskar 2024| શિક્ષણ ક્ષેત્રે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરનાર કમલભાઈનું ખાસ સન્માન

Continues below advertisement


અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 

શિક્ષણ ક્ષેત્રે ગરીબ શ્રમિક બાળકોનું ભવિષ્ય બનાવનાર કમલભાઈ પરમારનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે.. કમલભાઈ અઢી દાયકાથી ફુટપાથ પર જ્ઞાનમંદિર ચલાવે છે અને ગરીબ બાળકોને ભણાવી રહ્યા છે... હવે કમલભાઈએ ભણાવેલા બાળકો તેમના જેવા અન્ય બાળકોને ભણાવી રહ્યા છે... 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram