Satadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત
Continues below advertisement
સૌરાષ્ટ્રની સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ સામે થઈ રહેલા આક્ષપોને લઈ રાજુલા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. પ્રજાપતિ સમાજ દ્વારા બાઈક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી જગ્યા અને મહંતને બદનામ કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી.
સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીના રાજુલામાં ઘેરા પ્રત્યાઘાત. પ્રજાપતિ સમાજે માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઈક રેલી કાઢી. જે બાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું. અને સત્તાધારની જગ્યા અને મહંતને બદનામ કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. પ્રજાપતિ સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો કે. સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે અને ધાર્મિક લાગણી દુભાવામાં આવી રહી છે. અને મહંત સામેના આરોપની યોગ્ય તપાસ કરી સત્તાધારની બદનામી અટકાવવામાં આવે..
Continues below advertisement