Surendranagar News | ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગે પાક નુકસાની સર્વેની કામગીરી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગે પાક નુકસાની સર્વેની કામગીરી હાથ ધરી છે. જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા બાગાયત અધિકારી, ગ્રામસેવક તેમજ તલાટીની આગેવાનીમાં 74 ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લામાં ૫.૭૮ લાખ હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી, તલ અને શાકભાજી જેવા પાકોનો સમાવેશ થાય છે. ખેતીલાયક વિસ્તાર પૈકી ૧.૨૧ લાખ હેક્ટરમાં સર્વે થયો છે. જિલ્લામાં અંદાજીત ૧૦,૦૦૦ હેક્ટરમાં અંદાજિત નુકસાન જોવા મળ્યું છે. જ્યારે હજુ આ પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જો કે અધિકારીઓ રસ્તા પરના ખેતરોનો જ સર્વે કરતા હોવાનો આરોપ છે. જેથી સ્થળ પર આવી સર્વે થાય તેની ખેડૂતોની માગ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને યુદ્ધના ધોરણે પાક સર્વેની કામગીરી કરવા માટે નિદર્શો આપ્યા છે. જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોના પાકોમાં થયેલી નુકસાની જાણવા જિલ્લા કલેકટર ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે પરંતું આ સર્વે ફક્ત ને ફક્ત ખેડુતો ને લોલી પોપ આપવાં માટે જ કરવમાં આવ્યો હોય અને સર્વે નાં નામે નાટક ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા બાગાયત અધિકારીશ્રીઓ, ગ્રામસેવકશ્રીઓ તેમજ તલાટીશ્રીની આગેવાનીમાં ૭૪ ટીમની રચના કરવામાં આવી છે. હાલમાં આ ટીમો દ્વારા પ્રાથમિક પાક નુકસાન સર્વેની કામગીરી પ્રગતિમાં છે. જિલ્લામાં ૫.૭૮ લાખ હેક્ટર વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં બાજરી જુવાર મકાઈ કપાસ મગફળી તલ અને શાકભાજી જેવા પાકો નુ વાવેતર કરવામાં આવ્યું હતું જીલ્લા માં ખેતીલાયક વિસ્તાર પૈકી ૧.૨૧ લાખ હેક્ટરમાં સર્વે થયો છે. જિલ્લામાં અંદાજીત ૧૦,૦૦૦ હેક્ટર જેટલું અંદાજિત નુકસાન જોવા મળ્યું છે જ્યારે હજુ આ પ્રાથમિક સર્વે કરવામાં આવ્યું છે જ્યારે ખેતરો માં પાણી ઉતરી ગયા પછી કેટલા હેક્ટર માં નુકશાન નો ફાઈનલ આંકડો સામે આવશે ત્યારે જીલ્લા માં ખેતી વાડી અધિકારી દ્વારા ક્યારે ફાઈનલ સર્વે કરવામાં આવશે તે તો જોવું જ રહ્યું ને?