ABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં આજે સવારથી જ એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે, છેલ્લા કેટલાક સમયથી GCAS પૉર્ટલને લઇને ખામીઓ આવી રહી છે, અને હવે આ પૉર્ટલ જામ થતાં એબીવીપીએ પૂરજોશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે, અને ઠેક ઠેર દેખાવો સાથે ચક્કાજામ કર્યુ છે. આજે અમદાવાદથી લઇને સુરત, વડોદરા, આણંદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં આજે એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. GCAS પૉર્ટલને લઇને ABVP આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, જામનગર, જેતપુર, મહેસાણામાં વિરોધ પ્રદર્શન શરૂ થયુ હતુ. ખાસ વાત છે કે, વિવિધ પ્રશ્નો, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યું હતુ. આ ઉપરાંત સુરતમાં આજે સવારથી જ એબીવીપીના કાર્યકર્તાઓઓ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ખાનગી કૉલેજો મનમાની કરી રહી છે. GCAS પૉર્ટલને લઇને વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, અને પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી.