Ambaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ

Continues below advertisement

આજે ભાદરવી પૂનમ છે અને હજારો માઇભક્તો આજે મા અંબાના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી (Ambaji Shaktipeeth) ખાતે પહોંચ્યા છે. આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંબાજી ધામ અને અંબાજી મંદિર પરિસર મોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. માતાજીને ફૂલોના વિશેષ શણગારથી સુશોભિત કરાયા છે. અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.

મા અંબાના દર્શન માટે શક્તિપીઠ અંબાજી આજે માઇભક્તોથી ઉભરાયુ છે. 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરુ થયો છે અને આજે પૂનમના દિવસે મેળાનું સમાપન થશે. લાખો માઇભક્તો ઠેર ઠેરથી પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram