Ambaji Rape Case: અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસને લઈને સૌથી મોટા સમાચાર
Continues below advertisement
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં પણ દુષ્કર્મની ઘટના બની છે. અંબાજીમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ધટના બની છે. 15 વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા મોટા પિતા ના ઘરે જવા નીકળી હતી.
6 આરોપીઓ પોલીસ પકડથી દૂર
સગીરાને ઓળખીતો શખ્સ ઘોડા ટાંકણીનો તેણીને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. છાપરી રોડની બાજુ ઝાડીમાં લઈ જઈ 6 નરાધમોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું છે. સગીરા અર્ધ બેભાન થતા છોડીને ફરાર થયા હતા. સગીરની માતાએ અંબાજી મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. જો કે તમામ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આરોપી લાલા પરમારના પોલીસે પોસ્ટર લગાવ્યા છે
Continues below advertisement