Ambalal Patel Prediction: રેઇનકોટ હજી હાથવગો રાખજો, દિવાળી સુધી આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે

Continues below advertisement

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં નવી ચક્રવાતની શક્યતા છે અને આના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની શક્યતા છે.

પટેલે જણાવ્યું કે, હાલમાં જે સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી હતી તે હવે પશ્ચિમ ઘાટ તરફ વરસાદ કરતી રહેશે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલી, બંદર, દ્વારકા, કચ્છ, જામનગર,  રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

પટેલે એમ પણ જણાવ્યું કે, ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે  વડોદરા, જંબુસર, ભરૂચમાં પણ ક્યાંક કામોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.

પટેલે વધુમાં જણાવ્યું કે, તારીખ 22 ઓક્ટોબર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં તો ક્યાંક ક્યાંક વરસાદ વરસતો રહેશે. 29 તારીખમાં વધારે શક્યતા છે. પરંતુ તારીખ 22 ઓક્ટોબર પછી પણ ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram