સીઆર. પાટીલ પાસે ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે તપાસ થવી જોઇએઃ સી.જે ચાવડા
Continues below advertisement
સુરત શહેર ભાજપે રેમડેસિવિર ઈન્જેક્શનનું વિનામૂલ્યે વિતરણ શરુ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કૉંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓએ સરકાર અને ભાજપ પક્ષને ઘેરવાનું શરુ કર્યુ અને સવાલ કર્યો કે. આખા રાજ્યમાં રેમેડેસિવિર ઈન્જેક્શની અછત છે તો સી.આર પાટીલ પાસે એકસાથે પાંચ હજાર ઈન્જેક્શન આવ્યા ક્યાંથી. કૉંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ફૂડ એંડ ડ્રગ વિભાગના કમિશ્નરને પત્ર લખી ગાંધીનગર માટે 2500 ઈંજેક્શનની માંગ કરી હતી.
Continues below advertisement