Banas Hospital | બનાસ હોસ્પિટલ લોકો માટે બની દેવદૂત, બનાસ ડેરી કરે છે સંચાલન
Banas Hospital | બનાસડેરી બનાસકાંઠાના લોકો માટે દેવદૂત બની છે... આરોગ્યની બાબતે બનાસડેરી ગુજરાત સરકાર સમોવડી બની રહી છે... 10મી ઓક્ટોબર 2017ના રોજ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલના નામે ચાલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા... આ MOU પ્રમાણે બનાસકાંઠાની જિલ્લા સિવિલ હોસ્પિટલ બનાસડેરીએ 33 વર્ષ માટે સરકાર પાસેથી ચલાવવા લીધી છે... બનાસ ડેરીના ટ્રસ્ટે હોસ્પિટલ પોતાના હસ્તક લીધી ત્યારની ઇમારત અં હોસ્પિટલની સુવિધા અને આજની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે... MOU મુજબ બનાસ ડેરીની ટ્રસ્ટ 300 બેડ બાદ ચાર્જ વસૂલ કરી શકે છે પરંતુ આજની તારીખે બનાસ ડેરી કોઈપણ દર્દી પાસેથી એકપણ રૂપિયો ચાર્જ પેટે વસૂલતી નથી... આ હોસ્પિટલમાં માત્ર બનાસકાંઠાના દર્દીઓ જ નહિ રાજ્યના અન્ય જિલ્લાના અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવે છે... અહીંયા હવે માત્ર પાટાપિંડી જ નહિ સર્જરી પણ થાય છે... જેના માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સાધનો વસાવવામાં આવ્યા છે... બાનાસ હોસ્પિટલમાં હાલ કેવી સુવિધા છે અને હજુ કેવી સુવિધા ઊભી થઈ રહી છે તે મત જોઈએ અમારો વિશેષ અહેવાલ ડેરી બની દેવદૂત...