બનાસકાંઠા: ખેડૂતોએ ઢીમા કેનાલમાં પાણી છોડવાની કરી માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના સરહદીય પંથક ઢીમાંના ખેડૂતોએ નર્મદા નિગમના પાપે વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલની સફાઈના કરતા ખેડૂતોએ જાતે કેનાલની સાફ સફાઈ કરવા બન્યા મજબુર અને તત્કાલિક ધોરણે સિંચાઇ માટે પાણી આપે તેવી માંગ કરી રહ્યાં છે. વાવની ઈઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી ઢીમાં માઇનોર કેનાલમાં ખેડૂતો જાતે ઉતરીને કેનાલની સફાઈ કરવામાં આવી. વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પ્રશાસન આંખ આડા કાન કરી અને ખેડૂતોની વેદના સમજવાની જગ્યાએ તેમની રજૂઆત પણ સાંભળતું નથી. ખેડૂતોએ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને સાંસદ પરબત પટેલને પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કેનાલમાં પાણી ના આવતા ખેડૂતો હવે આકરા પાણીએ. જો નર્મદા કેનાલ વિભાગ ઢીમાં માઇનોર કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતો એ નર્મદા વિભાગની કચેરી આગળ આત્મ વિલોપન કરવાની ચીમકી આપી છે.
Continues below advertisement