Banaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

Continues below advertisement

 બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભાજપ આગેવાનોમાં જ નારાજગી જોવા મળી રહી છે. કાંકરેજ ભાજપ નેતા અણદાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે..                 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારને વાવ-થરાદ નવા જિલ્લામાં સમાવેશ કરતા વેપારીઓ અને સ્થાનિક લોકો વિરોધ દર્શાવ્યો હતો અને વાવ થરાદ તાલુકામાં ન લેવા માટે પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે વિભાજનને લઈ જણાવ્યું હતું કે, ધાનેરા વિસ્તારને જે વાવ થરાદ નવા જિલ્લામાં લેવામાં આવે છે તે નિર્ણય સરકારનો ખોટો છે. જે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા હતું તે જ જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram