Banaskantha Rain | ધોધમાર વરસાદ ખાબકતા સિવિલ હોસ્પિટલમાં ફરી વળ્યા પાણી, જુઓ વીડિયોમાં
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહેતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા આવ્યું છે. છતાં બનાસકાંઠામાં વરસાદ ન થતા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતાં જિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી હતી.બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ જિલ્લાના ખેડૂતોએ ચોમાસું પાકમાં મગફળી, બાજરી, કઠોળ પાક તેમજ શાકભાજીના પાકની વાવણી કરી હતી. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા અને સિવિલ હોસ્પિટલમાં પણ ફરી વળ્યા પાણી...
Continues below advertisement