દીવમાં વાહન એક્ટના દંડમાં કરાયો ફેરફાર, હેલ્મેટ નહી પહેરો તો થશે આટલો દંડ
Continues below advertisement
દીવમાં પ્રથમ જાન્યુઆરીથી વાહન એક્ટના દંડમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. દીવમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકને અત્યાર સુધી 100 રૂપિયાનો દંડ આપવો પડતો હતો. પરંતુ નવા નિયમ મુજબ હવે 500 રૂપિયા દંડ ભરવો પડશે. તો લાયસંસ વિના વાહન ચલાવવાને અત્યાર સુધી 450 રૂપિયા દંડ હતો. જે વધારીને 5 હજાર કરાયો છે. તો ડ્રિંક એંડ ડ્રાઈવનો દંડ 2 હજારથી વધારી 10 હજાર કરાયો છે. નવા નિયમ મુજબ વાહન વહેંચનાર કંપની કે ડિલર જો કાયદાનો ભંગ કરશે તો 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે.
Continues below advertisement